GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકાર કરશે STI (State Tax Inspector,રાજ્ય વેરા નિરીક્ષક ) જગ્યા પર ભરતી

GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશી સમાચાર આવ્યાં છે. સરકાર 243 સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટરોની ભરતી કરશે. આગામી ડિસેમ્બર મહિનામાં જાહેરનામું બહાર પાડવામાં આવશે. સ્નાતકોની લાયકાત ધરાવતા ઉમેદવારો ઉમેદવારી કરી શકશે. GPSCના ચેરમેન દિનેશ દાસાએ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે.

 

  • આગામી ડિસેમ્બર મહિનામાં જાહેરનામું બહાર પડશે
  • સ્નાતકોની લાયકાત ધરાવતા ઉમેદવાર કરી શકશે ઉમેદવારી
  • GPSC ચેરમેન દિનેશ દાસા ટ્વિટ કરી આપી જાણકારી
  • દિનેશ દાસાએ ટ્વિટ કરીને માહિતી આપી કે ગુજરાત સરકારે 243 સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટરોની વર્ગ-3ની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. તે માટે ડિસેમ્બર 2019માં જાહેરનામું બહાર પાડવામાં આવશે. આશા છે કે આ જાહેરાત તમામ ગ્રેજ્યુએટોને પ્રોત્સાહિત કરશે જેઓ 15 નવેમ્બરની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા.

  • મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ બિનસચિવાલય ક્લાર્કની લાયકાતને લઈને સરકાર દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો હતો. બિન સચિવાલયની ક્લાર્કની લાયકાતને લઈને સરકાર દ્વારા ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન હોવું ફરજીયાત કરાયું છે. આ નિર્ણયને સ્પર્ધાત્મક પરિક્ષા આપનારા વિદ્યાર્થીઓએ પણ સ્વીકાર્યો છે.

 

ટ્રેનિંગ મટીરીયલ માહિતી માટે સંપર્ક કરો HAPPY ACADEMY  9925768120

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *